શ્રી દેવી સર્વમંગલાની કથા

mangla-devi-manglaj-mata
 

શ્રી દેવી સર્વમંગલાનું મુળ સ્થાન

શ્રી દેવી રાજગોર જ્ઞાતીના મોતા નુખના કુળદેવી છે. તેમના પ્રાક્ટ્ય તથા દેવી ભાગવત ભવિષ્ય પુરાણ તથા ઉપાસના વિશે, દેવી કવચ અને અન્ય પુરાણોમાં કહે વાયેલી કથા અને સંદર્ભમાં જે જાતના ઉલ્લેખો થયેલા છે. એ ઉપરથી સ્પષ્ટપણે સમજી શકાય છે કે મંગલમયી શ્રી દેવી સર્વમંગલા શિવશ્રી પાર્વતીજીના અનેક સ્વરૂપો માહેનું એક સ્વરૂપ છે અને તેમનું પ્રાકટ્ય માતા શ્રી પાર્વતીમાંથી જ થયેલું છે 

તેની સવિસ્તાર કથા નીચે મુજબ છે.

પૂર્વ જન્મમાં પાર્વતીજી દક્ષ પ્રજાપિતાના સતી નામે ઓળખાતા પુત્રી હતા. તેમના લગ્ન કૈલાશપતિ સદાશિવ શ્રી શંકર ભગવાન સાથે દક્ષ પ્રજાપિતાએ કર્યા હતા. ગંધમાદ્ન પર્વત ઉપર સખીઓ સાથે સતી આનં વિહાર કરી રહ્યાં હતાં ત્યારે તેમણે ચંદ્ર અને પત્ની રોહિણીને જતા જોયા પૂછપરછ કરતાં સતીના જાણવામાં આવ્યું કે પોતાના પિતા દક્ષ પ્રજાપિતાએ યજ્ઞ આરંભ્યો છે. વિષ્ણુ, બ્રહ્મા, ઈન્દ્રિાદિ દેવો અને ૠષિમુનિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમ ચંદ્ર અને રોહિણીને પણ આમંત્રણ મળવાથી તેઓ યજ્ઞમાં જઈ રહ્યાં હતા.

સતી ઘડીભર તો વિચારમાં પડી ગયાં કે, દક્ષ મારા પિતા છે. સતી વિરિણી મારી માતા છે. છતાં મને અને મારા પતિને કેમ નહી તેડાવ્યા હોય? એમને આમંત્રણ કેમ નહીં ? તેઓ તત્કાલ ભગવાન શંકર પાસે ગયાં અને પોતાના પિતા દક્ષે યજ્ઞ આરંભ્યો છે એ વાત કહી.

"સતીની વાત શાંત ચિત્તે સાંભળ્યા પછી ભગવાન શંકરે સતીને સમજાવતાં કહ્યું :

આપના પિતા દક્ષ મારો દ્રોહ કરનારા છે. અને એટલે જ એણે આપણને આમંત્રણ પાઠવ્યું નથી અને તેથી તમારે અને મારે યજ્ઞમાં જવાની શી જરૂર?" ત્યારે સતીએ કહ્યું : "આવા પ્રસંગોએ તો સગાસંબંધીઓને હળી મળી શખાય છે અને પિતાને ત્યાં જવામાં આમંત્રણની શી જરૂર છે? ચાલો આપણે પણ જઈએ" 

ત્યારે શંકર ભગવાને કહ્યું : "મને લાગે છે કે આમંત્રણ વગર જવું એ ઠીક નથી એમણે ઈરાદાપૂર્વક આમંત્રણ આપ્યું નથી અને વગર બોલાવ્યે જવુ એ તો મરણ કરતાંયે વધારે અપમાન જનક છે અને આવી રીતે જવુ એ તો આપણા માટે પણ યોગ્ય ન જ કહેવાય"

પતિનાં કહેવાનો મર્મ સમજી જતાં સતીએ રોષયુક્ત ભાવે કહ્યું : "ઈરાદાપૂર્વક આમંત્રણ ન આપી મારા પિતાએ આપણુ અપમાન કર્યુ છે. ત્યાં એકત્રીત થયેલા દેવો ૠષિમુનિઓ મને મારા માતાપિતાનો આની પાછળ શો ઈરાદો છે તે હું જાણવા માંગુ છું. યજ્ઞમાં જવાની મને આજ્ઞા આપો મહેશ!"

સર્વજ્ઞાતા અને સર્વદષ્ટા સદાશિવ શંકર ભગવાને કહ્યું : "મને યોગ્ય નથી લાગતું છતા તમારી ઈચ્છા હોય તો ભલે જાઓ"

પતિની આજ્ઞા મળતાં પોઠીયા નંદી પર આરૂઢ થઈ ગણે સાતે સતી પોતાના પિતાને  ત્યાં ગયાં પણ માતાપિતા તરફથી જરાએ આદર મળ્યો નહીં. "સમગ્ર જગતને પૂજનીય એવા પરમપાવન મારા પૂજ્ય પતિને કેમ આમંત્રણ આપ્યું નથી?" એવો ક્રોધથી કંપીત સ્વરે સતીએ જયારે પ્રશ્વ કર્યો ત્યારે તુચ્છકાર દર્શાવતા દક્ષે કહ્યું : 

"તું અહીં કેમ આવી છો? અહીંથી ચાલી જડ સમજુ લોકો તારા પતીને કુળહીન અને ભૂતપ્રેત અને પિશાચોના રાજા તરીકે માને છે. અર્ધનગ્ન દશામાં ફર્યા કરે છે  તેના અમંગલ પગલાથી તો યજ્ઞની પવિત્રતા પણ ખંડીત થાય. બીજાઓના કહેવાથી મેં તારા લગ્ન આવી ભિખારી સાથે કર્યા એ ભુલ જ કરી છે" પતિ પ્રત્યેના પિતાના અપમાન જનક વચનો સાંભળી અતિ કુપીત થઈ ક્રોધથી કંપીત સ્વરે સતીએ કહ્યું : "અભિમાનથી મુઢ બની તમે મારા પતિને પિછાની શકયા નથી. અભિમાનના કારણે તમારા પિતા બ્રહ્માનું મસ્તક મારા પતિએ છેદી નાખ્યું હતું. તે કેમ ભુલી જાવ છો? તમારા જેાં બીજાની નિંદા કરનાર અને પતિની નિંદા સાંભળ નાર બને સુર્યચંદ્ર યથાવત રહે ત્યાં સુધી નરકમાં સડયા કરે છે. હવે મારે જીવવાનું કાંઈ પ્રયોજન નથી."

અને આંખો બં કરી પતિનું સ્મરણ કરી યોગમાર્ગમાં મન સ્થિર કરી યજ્ઞની વેદીમાં પ્રજવળતા અગ્નિમાં પ્રવેશ કર્યો અને તેમનો દેહ અગ્નિથી ભડભડ બળવા લાગ્યો સર્વત્ર હાહાકાર મચી ગયો એટલામાં સર્વજ્ઞ ભગવાન શંકર પણ ત્યાં આવી પહોંચ્યા, રૂદ્રસ્વરૂપ ભગવાન શંકરે પોતાની જટા છોડીને જમીન પર પછાડી તેમાંથી મહાભંયકર વીરભદ્ર નામનો પણ ઉત્પન્ન કર્યો. વિષ્ણુ ભગવાન આિ સૌ કોઈ જોતા જ રહ્યાં અને વીરભદ્રે યજ્ઞને તો ખેદાન મેદાન કરી નાખ્યો પણ દક્ષનું મસ્તક પણ ધડથી જુદુ કરી નાખ્યું (પુરાણોમાં કહેવાયેલ કથા મુજબ વિષ્ણુ, બ્રહ્મા અને અન્ય દેવોની સ્તુતિથી પ્રસન્ન થઈ ભગવાન શંકરે દક્ષને નવજીવન આપ્યું હતું) ચિતભ્રમ થયો હોય એમ ભગવાન શંકર સતીના બળતા દેહને ખભે મુકી ચોતરફ ભમવા લાગ્યા. વિષ્ણુ ભગવાનના દિલમાં થયું કે, આમ તો સમગ્ર જગત બળીને ખાક થઈ જશે. તેથી ભગવાન શંકરને આવી દશામાંથી મુક્ત કરવા તેમણે ચક્રથી સતીના દેહના કટકા કર્યા. સતીનાં અંગ પરના આભુષણોના પણ કટકા થયા. જયાં જયાં અંગોના કટકા પડયા એ મહાપીઠો અને આભુષણો પડયા એ ઉપમીઠો તરીકે ઓળખાય છે. (જુદા જુદા પુરાણો મુજબ આવા સ્થાનો 51, 53, 77 કે 108 શક્તિ પીઠો છે)

પરાશક્તિ પાર્વતીજી પુર્વ જન્માં સતી હોવાથી અને અંગો તથા આભુષણો પાર્વતીજી ના હોવાથી બધા ધામો - પીઠો પાર્વતીજીના ધામો તરીકે ઓળખાય છે. અને જુદા જુદા ધામોમાં આ મહાદેવીનાં સ્વરૂપ રૂપે જુદા જુદા નામથી જુદી જુદી દેવીઓ નિવાસ કરે છે.

 

ગયાના પવિત્ર ક્ષેત્રમાં આભુષણ પડેલ એ પીઠવસ્થામાં શ્રી દેવી સર્વ મંગલોના વાસ છે. એ ઉપપીઠ કહેવાય છે. આજે પણ એ સ્થળે મંગલમયી સૌનું કલ્યાણ કરનારી અને દુષ્ટોનો સંહાર કરનારી શ્રી દેવી સર્વમંગલાનું ભવ્ય મંદિર ઉભુ છે. ગયાજીના સર્વ લોકો તેને ખૂબ જ ભાવભક્તિથી પુજે છે. ગયા એજ શ્રી દેવી સર્વમંગલા નું મૂળ સ્થાન છે, ઉપપીઠ છે, શક્તિપીઠ છે.

 

શ્રી દેવી સર્વમંગલાનું પ્રાકટ્ય

બ્રહ્માના વરદાનથી બળવાન બનેલ તારકાસુર ચારેકોર અધર્મનો ફેલાવો કરી રહ્યો હતો અને દેવોને પણ સ્વર્ગમાંથી હાંકી કાઢયા હતા. પણ ભગવાન શંકરના પુત્ર કાર્તિક સ્વામીએ બાળપણમાં જ દેવોનું સેનાપતિપ લઈ તારકાસુરનો સંહાર કરી નાખ્યો હતો.

તારકાસુરને ત્રણ પુત્રો હતા. તારકાક્ષ, કમલાક્ષ અને વિધુન્માલી. આ ત્રણે પુત્રોએ ઉગ્ર તપ કરી બ્રહ્મા પાસેથી એવું વરદાન મેળવ્યું કે ભગવાન વિષ્ણુ કે અન્ય દેવો કે અન્ય કોઈ પણ તેમને મારી શકે નહી તે સમયે જ બ્રહ્માજીએ કહ્યું હતું કે અમરત્વ તો કોઈને જ મળી શકે, એટલે તેમણે એવી માંગણી કરી કે શંકર ભગવાન પણ તેમના કોઈ પણ શાસ્ત્રાસ્ત્રોથી તેમનો વધ કરી શકે નહીં. 

આવુ વરદાન મેળવવા પાછળ માન્યતા એવી કે અસુરો ભગવાન શંકરના ભકતો છે. છતાં કોઈ સંજોગોમાં ભગવાન શંકર તેમને મારવા તૈયાર થાય તો ય પોતાના શસ્ત્રોથી મારી શકે નહિં.મેળવેલા બીજા વરદાન મુજબ તેમણે જેમ વિશ્વકર્મા દેવોના શિલ્પી છે તેમ મયાસૂર  અસુરોનો શિલ્પી હોવાથી તેની પાસે બધા જ અસુરોનો સમાવેશ થઈ શકે એવા બહુ જ મોટા વિસ્તાર વાળા ત્રણ નગરોની રચના કરવી સ્વર્ગમાં સુવર્ણનું અંતરિક્ષમાં રૂપાનું અને પૃથ્વીપર લોહનું અને આ ત્રણે નગરોમાં અનુક્રમે તારકાક્ષ, કમલાક્ષ અને વિધુન્માલી અધિપતિ પણુ ભોગવવા લાગ્યા.

ગર્વથી ઉન્મત બની ચારેકોર જુલમ વર્ષાવવા લાગ્યા દેવોને પણ પરાભવ કર્યો. બ્રહ્મા વિષ્ણુ પણ લાચાર બની ગયા. બહુ વિચાર કર્યા પછી વિષ્ણુ ભગવાને ઉપસ નામનો યજ્ઞ કર્યો. પુરુષે પ્રસન્ન થઈ, પરમેશ્વર રૂદ્રને પ્રસન્ન કરવા દેવોને સલાહ આપી. બીજી તરફથી અસુરોને શિવભક્તોથી વિમુખ કરવા વિષ્ણુ ભગવાને પોતાના અંગમાંથી મહાતેજસ્વી અને માયામય પુરુષનું સર્જન કર્યુ અને તેને અને નારદજીને ત્રણેનગરોમાં પાખંડ ધર્મ ફેલવવા માટે મોકલ્યા.

આ બંને એવો ઉપદેશ આપવા લાગ્યા કે સંસાર કર્તા અને કર્મથી રહીત છે. દેહ પોતાની મેળે જ ઉત્પત થાય છે અને નાશ પામે છે. માટે પાંચ કર્મે ઈદ્રીય અને પાંચ જ્ઞાનેદ્રિય તથા મનને બુદ્ધિ ચુસ્ત થઈ તેને લાડ લડાવો. ખાવુ પીવુ અને મજા કરવી, એ સિવાય શરીરનું બીજુ કાંઈ પ્રયોજન જ નથી. વ્યાભિચાર જ ફળ સિદ્ધિ આપી છે. સ્ત્રી માટે પતિ પૂજન અને શિલધર્મ એ તો ખેટા બંધનો છે.સૌને ગમી જાય એવા આ પાખંડ ધર્મનો ફેલાવો થતાં અસુરો અને અસુરસ્ત્રીઓ  ભગવાન શંકરને તદ્ન જ ભૂલી ગયા અને તેથી ભગવાન શંકરની કૃપા દષ્ટિ ખોઈ બેઠા અને એમનો પ્રેમ પણ ખોઈ બેઠા.

યજ્ઞની પૂર્ણાહુતિ થઈ ત્યાર પછી ભગવાન વિષ્ણુ તથા સર્વ દેવોની આરાધનાથી પ્રસન્ન થઈ રૂદ્રસ્વરૂપ ભગવાન શંકર ત્યાં ઉપસ્થિત થયા. મહેશ તો અંતરયામી છે. સર્વજ્ઞ છે છતાં તેઓ એવી મુંઝવણ અનુભવી રહ્યા હતાં કે બ્રહ્માના વરદાન મુજબ મારા શસ્ત્રેથી અસુરોના નગરોનો હું વિનાશ કરી શકુ નહીં. તો અસુરોનો સંહાર કેમ કરવો? વગર શસ્ત્રોથી ત્રણે નગરોનો નાશ અને અસુરોનો સંહાર કેમ થાય? તેમના મનમાં ચાલતા વિચારોને પામી જઈને ભગવાન વિષ્ણુએ દુર્ગા સ્વરૂપ, જગદંબા, જગતજનની મહામાયા. પાર્વતીજીનું ચિંતવન કર્યુ અને ગદગ બની પ્રાર્થના કરી. તેમની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ પરાશક્તિ પાર્વતીજી મંગલચંડીએ "સર્વ મંગલા" સ્વરૂપે પ્રકટ થઈ દર્શન આપ્યા.મહાદેવી પાર્વતીજીમાંથી પ્રકટ થયેલા શ્રી મંગલમયી સર્વમંગલા સ્વરૂપ ધર્મિષ્ટકો માટે છે. અધર્મિઓ માટે તો તે મંગલચંડી સ્વરૂપ છે. આ શ્રી સર્વમંગલા - મંગલાચંડીનો પ્રાર્દુભાવ થયો તેમનું પ્રાકટ્ય થયું.

મહાદેવી મંગલચંડીના દર્શન થતાં જ ભગવાન વિષ્ણુ, બ્રહ્માજી, ઈન્દ્રાદિ દેવો ૠષિમુનિઓ સૌએ તેમનો જય જયકાર કર્યો અને "ૐ હીં શ્રીં કલી સર્વ પુજ્યે દે વી મંગલચંડી કે હૂં હૂં ફટ સ્વાહા" એ મંત્ર સાથે તેમનું પૂજન કર્યુ. પ્રાર્થના કરી અને સાષ્ટાંગ પ્રણામ કર્યા. ભગવાન શંકરને સંબોધી મહાદેવી પાર્વતીજીએ પ્રસન્ન ચિત્તે કહ્યું : સર્વજ્ઞ, સર્વવ્યાપક, સર્વોત્કૃષ્ટ, દેવોના દેવ અને જગતપતિ મહેશ !

પિડીતોને સહાય કરવી અને અધર્મિઓનો ધ્વંસ કરવો એ તો આપણો ધર્મ છે. આદ્યશક્તિ પરમેશ્વરીની એ આજ્ઞા છે. આપ હવે નિશ્ર્ચિત રહો. એ પરાશક્તિનો કૃપાથી કાર્યસિદ્ધ થશે જે યુદ્ધાશક્તિ રૂપે મંગલચંડી સ્વરૂપે હું આપની સાથે જ રહીશ.

આટલું કહી વિષ્ણુ ભગવાન આિ સૌને યોગ્ય સુચનો આપી, ભગવાન શંકરને ત્રિશૂળ આપી. મહાદેવી મંગલચંડીકા સ્વરૂપે ભગવાન શંકરના અંતરમાં સમાઈ ગયા. તેમની આજ્ઞા મુજબ વિશ્વકર્માએ દેવો અને ગણો સૌ સ્થાન લઈ શકે સૌનો સમાવેશ થાય એવા ભવ્ય રથનું નિર્માણ કર્યુ. ભગવાન બ્રહ્મા એ રથના સારથિ બન્યા. કેટલાક દેવો લગામરૂપ અને પ્રણવે ચાબુકનું સ્થાન લીધું. પણ બ્રહ્મા વરદાનને બાધ ન આવે એ માટે શંકર ભગવાનને જરૂર હતી. અન્યોના શસ્ત્રાકસ્ત્રોની તેથી મેરૂપર્વત ધનૂષ, ઈંદ્ર અને વાસુકી ધનુષની પણછ, સરસ્વતી દેવી એ ધનુષની ઘંટા અને વિષ્ણુ ભગવાન બાણ રૂપે થયાં. ચંદ્ર એ બાણનાં તીક્ષ્ણ ફણારૂપ બન્યા. આ રીતે સમગ્ર પૃથ્વીને કંપાવતા હોય તેમ દેવ ગણો સાથે શંકર ભગવાન એ દિવ્ય રથમાં આરૂઢ થયાં.

પુષ્ય નક્ષત્રમાં અસુરોનાં ત્રણે નગરો ભેગા થશે એવું બ્રહ્માનું કથન હોવાથી સમયની રાહ જોતાં ધનુષ પર બાણ ચઢાવી શંકર ભગવાન ઉભા રહ્યાં અને જેંવા ત્રણે નગરો એકત્રીત થયાં કે તરત જ ઈષ્ટયોગ સાથે ત્રણે નગરોને અસુરો સહિત બાળીને ભસ્મ કરી નાખ્યા શ્રી મંગલાદેવીએ આપેલ ત્રિશુલથી ત્રણે અસુર ભાઈઓનાં મસ્તક છેદી નાખ્યા. જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠયું અને શંકર ભગવાન ઉપર અંતરિક્ષમાંથી પુષ્ય વૃષ્ટિ થઈ.

શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન, બ્રહ્મ દેવ તેમજ સૌ કોઈએ મહેશ્વરી મંગલચંડીના સ્તુતિગામ કર્યા "જગતના માતા! વિપત્તિઓના સમુહને હરનારા ! મંગલમાં પણ મોક્ષ રૂપ મંગલને આપનાર !  અને સર્વકર્મોના પારરૂપ મંગલને આપનારા ! શ્રી સર્વમંગલા સૌને હર્ષ આનં અને મંગલનું પ્રદાન કરજો. જયશ્રી મંગલચંડી જયશ્રી સર્વમંગલા જયશ્રી મંગલા દેવી"

સર્વ જીવોનું મંગલ કરવા શ્રી પરાશક્તિ શ્રી પાર્વતીના માનસ પુત્રી શ્રી દેવી સર્વમંગલાનું પ્રાક્ટય થયા પછી રાજા મંગલ દેવે આકાશના ગ્રહમંડલમાં પોતાને સ્થાન પ્રાપ્ત થાય તે માટે સૌથી પ્રથમ વિધિવત પૂજન કર્યુ હતું એથી શ્રી દેવી સર્વમંગલા એ તેના પર પ્રસન્ન થઈ આકાશના ગ્રહમંડલમાં મંગલદેવને સ્થાન આપ્યું અને વરદાન આપ્યું હતું કે "તારા નામ પ્રમાણે મંગલવારે વિધી વિધાન સહિત જે કોઈ મારુ પુજન કરશે તેને મનોવાંછીત ફળ જરૂર મળશે" અને શ્રી સર્વમંગલા તેને દર્શન આપી અદ્રશ્ય થયાં અને ત્યારથી મંગલવારના દિવસે શ્રી મંગલાદેવીનું પૂજન સાચાભાવથી વિધીવિધાન સહિત શ્રી દેવી સર્વમંગલાનું વ્રત રાખે છે અને પૂજન કરે છે તેના બધા મનોરથ પુરા થાય છે અને "મા ની કૃપાથી સુખશાંતિ અને આનંદની પણ પ્રાપ્તિ થાય છે.

કેટલાક શાશ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ મળે છે કે ઉપર કહેવાઈ ગયું તે તારકાસુરના ત્રણે પુત્રોનો સંહાર કરવાની શક્તિ પ્રાપ્ત કરવા સ્તુતિ સ્ત્રોત્રથી શ્રી દેવી સર્વમંગલાની આરાધના દરેક મંગલવારે વિધીવિધાન સહિત પુજા કર્યા બા ભગવાન શંકરે યુદ્ધ માટે પ્રયાણ કર્યુ હતું. ત્યાર પછી ગ્રહમંડળમાં સ્થાન પ્રાપ્ત કરવા મંગળ દેવે શ્રી દેવી સર્વમંગલાનું વિધીવત પૂજન કર્યુ હતું. ત્રીજી વખત મંગળપુરના રાજા મંગળે પોતાના રાજ્ય અને પ્રજાની રક્ષા માટે આ કલ્યાણમયી દેવી સર્વમંગલાનું વિધીવિધાન સહિત પૂજન કર્યુ હતું. સર્વજીવોનું સર્વ રીતે મંગળ કરવા એમનું પ્રાકટય થયુ હોવાથી તેઓ દેવી સર્વમંગલાના નામે સર્વત્ર પૂજાય છે.

 

ત્યારપછી તો પોતાનું મંગલ ઈચ્છતા અનેક સ્ત્રી પુરુષો જ નહીં પરંતુ દેવો, યક્ષો મુનુઓ અને ૠષિમુનિઓ ના તેઓ પૂજનીય બન્યા છે અને પૂજાતા રહે છે.આજે પણ ગયાજીમાં તેમનું મુળ સ્થાન શ્રી દેવી સર્વમંગલા ઉપપીઠ નામે પ્રસિદ્ધ છે અને તેનો ઘણો જ મહિમા છે. અનેક ભાવિકો દર્શન અર્થે ત્યાં જાય છે અને પોતાની મનોકામના પુર્ણ કરે છે.

 

શ્રી દેવી સર્વમંગલાનું સ્વરૂપ

ઈષ્ટદેવ, કુળદેવ કે કુળદેવીના ફોટા કે મુર્તિનું પૂજન કરવામાં આવે છે. પરંતુ એ યા રાખવુ ખૂબ જરૂરી છે કે જે સમયે પૂજન કરતાં હો ત્યારે મુર્તિ કે ફોટામાં રહેલુ તેમનું સાચુ સ્વરૂપ આપણા મનચક્ષુ દ્વારા અંતઃકરણમાં અવશ્ય સ્થિર હોવુ જોઈએ અને હૃદય નિર્મળ હોય તો જ તેનું ફળ પ્રાપ્ત થાય છે.

પુરાણોમાં પ્રસંગોચિત નિર્દેશો થયા મુજબ શ્રી દેવી સર્વમંગલા. શિવપ્રિયા મહાદેવી પાર્વતીજીના અનેક સ્વરૂપો માહેનું એક શક્તિ સ્વરૂપ છે.

તેમના બે સ્વરૂપો શાસ્ત્રકારોએ વર્ણવ્યા છે. એક સૌમ્ય સ્વરૂપ અને બીજુ ઉગ્રસૌમ્ય સ્વરૂપ. શ્રી દેવી સર્વમંગલા ભક્તો માટે અને ઉગ્ર સ્વરૂપ શ્રી મંગલચંડિકે અધર્મિઓ માટે છે. જોકે ભક્તો ને તો તેમના ઉગ્ર સ્વરૂપમાં યે સૌમ્ય સ્વરૂપનોજ ભાષ થાય છે. જયારે સૌમ્ય કે ઉગ્ર બને સ્વરૂપો અનિતીમાન અધર્મિઓ અને અસુરોનો તો નાશ જ કરે છે.

શાસ્ત્રકારો એ પરમેશ્વરી, કલ્યાણયી શ્રી દેવી સર્વમંગલાનું સૌમ્ય સ્વરૂપનું પ્રમાણ વર્ણન કર્યુ છે.

શ્રી દેવી સર્વમંગલા સોળ વર્ષની ઉંમરના નિત્ય અતિસ્થિર યોવનવાળા, પાકા ઘીલોડા જેવા હોઠવાળા, સુંદર દાતવાળા, શુદ્ધ શરદૠતુના કમળ જેવા મુખજેવા, ધોળા ચંપાના ફૂલ જેવા રંગવાળા અને સુંદર કાળા જમળ જેવા નેત્રવાળા છે. તેમના અંગ ઉપર કુમકુમ અને અગર ચંદ્ન અને કેશરનું લેપન કરેલું છે. તેમજ રત્નમણિજડિત મુકુટ અને અદ્ભુત અલંકારો વિભૂષિત છે. ચાર ભૂજાઓ છે. એક હાથમાં પાશ બીજા હાથમાં અંકુશ અને નીચેના બંને હાથમાં એકમાં અભયની અને બીજાના વરદાનની મુદ્રાઓ છે. તેઓ વાહન કે આસન ઉપર બિરાજતા નથી. સૌમ્યરૂપે પૃથ્વી પર ઉભા છે. મસ્તક પર સુંદર તિલક છે ચારે હાથો કંડણથી શોભાનમાન છે અને ડોકમાં મૌતિક, મણીરત્ન આદિ માળાઓ છે અને સુંદર આભુષણો ધારણ કર્યા છે અને બને પગમાં સુંદર જાંજર પહેર્યા છે. કર્ણોમાં લટકતા શોભીત કર્ણફૂલ શોભી રહ્યાં છે. કટીસ્થાને સુંદર સુશોભિત કટીમેખલા છે. અને સુંદર વસ્ત્રોથી શોભી રહ્યાં છે. કટીસ્થાને સુંદર સુશોભિત કટીમેખલા છે. અને સુંદર વસ્ત્રોથી શોભી રહ્યાં છે. આવા અનિર્વચનિય સૌમ્ય સ્વરૂપનું જે ભક્ત નિત્ય હૃદયસ્થ ધ્યાન કરે છે. તેનું આલોક અને પરલોક સુધરે છે અને સર્વ સુખોનો ઉપભોક્તા થાયછે. દુઃખ દારિદ્રય દૂર થઈ સુખ શાંતિ આનંદ્ને પામે છે.

જયારે તારકુસારનાં વરદાન પામેલાં મહાભંયકર અને અધર્મી પુત્રો તારકાક્ષ કમલાક્ષ અને વિધુન્મીલીનો સંહાર કરવાનો હતો. ત્યારે શ્રી શંકર ભગવાને સહાય માટે શ્રી સર્વમંગલાદેવીના ચંડિકા સ્વરૂપની એવા શબ્દોમાં સ્તુતિ કરી હતી કે હે જગતની માતા, જગત જનની દેવી શ્રી મંગલ ચંડિકા ! રક્ષા કરો વિપતિઓના સમુહને હરનારા હર્ષ તથા મંગલને આપવામાં નિપૂણ અને ચતુર હે શુભો હે કલ્યાણરૂપ મંગલ ચંડિકા મંગલામાં પણ મંગલ યોગ્ય અને સર્વ મંગલોમાં મંગલ સત્યપુરુષોનું મંગલ કરનારા હે દેવી સર્વના મંગલોના સ્થાન રૂપ મંગલને આપનારા સંસારમાં મંગલ આપનારા મંગલોના સારરૂપ સંસારમાં મંગલના આધારૂપ અને મોક્ષરૂપ અને સર્વ કર્મોના પારરૂપ. દરેક મંગલવારે પૂજનિય અને અગણિત સુખોને આપનારા હે મહાદેવી રક્ષા કરો રક્ષા કરો

ભગવાન ભોળાનાથની આ સ્તુતિ થી સમજાય છે કે શ્રી સર્વ મંગલાદેવી ચંડિકા સ્વરૂપ ભક્તો માટે તો કલ્યાણમયી શ્રી સર્વેનું કલ્યાણ કરનારા શ્રી દેવી સર્વ મંગલા જ છે.

 

શ્રી દેવી સર્વમંગલાના સૌમ્યરૂપનું નિત્ય પૂજા, અર્ચના કે ધ્યાન કરનાર સર્વ દુઃખોથી મુક્ત થાય છે. આલોકમાં સુખ, શાંતિ અને આનંદ્ની પ્રાપ્તિ થાય છે. અને પરલોકમાં પણ તેને મા ના પવિત્ર પુનિત ચરણોમાં સ્થાન મળે છે. અને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. એમનું મંગળ સ્વરૂપ સર્વે જીવોનું મંગલ માંગલ્ય કરનાર ને સર્વ દુઃખોને હરનાર છે.

 

શ્રી દેવી સર્વ મંગલા પૂજન તથા વૃત વિધી

આસો, ચૈત્ર કે શ્રાવણમાસના પહેલા મંગળવારે શ્રી મંગલાદેવીની મુર્તિની યથાવિધિ સ્થાપના કરી જેને વૃત કરવુ હોય તે સ્ત્રીએ કે પુરુષોએ એવો સંકલ્પ કરવો કે, પુત્ર-પૌત્ર વગેરે સંતાનની વૃદ્ધિ કે તેમના સુખ માટે, અખંડ સૌભાગ્ય માટે, પતિના આયુષ્યની વૃદ્ધિ માટે, તેમજ તંદુરસ્તી અને કુટુંબના કલ્યાણ માટે હે શ્રી દેવી સર્વમંગલા, હે મંગલા ગૌરી માતા હું પાંચ વર્ષ પર્યંત આપનું વિધી વિધાન સહિત વૃત કરીશ. આપની પ્રિતી આપના આર્શિવા માટે મારુ કર્તવ્ય સમજી અને નિત્ય આપનું ધ્યાન કરીશું અને આપના નામનું સ્મરણ કરીશું.

વૃતનો આરંભ કર્યા પછી પ્રત્યેક વર્ષના મહિનાના ચાર મંગળવારોના દિવસોએ પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું. કોઈ આસો, ચૈત્ર કે શ્રાવણ માસમાં પાંચ મંગળવાર આવે ત્યારે પાંચ મંગળવારે વ્રત કરવું.

આ વ્રત આખા વર્ષ માટે નહીં પરંતુ માત્ર આસો, ચૈત્ર અને શ્રાવણ મહિનાના મંગળવારે જ કરવાનું છે.

શોભાયનમાન પાટલા ઉપર શ્રી દેવીમંગલાની સ્થાપના કરવી. શ્રી મંગલાદેવીની મૂર્તિ હોય તો મૂર્તિની નહીં તો લીલા શ્રીફળની સ્થાપના કરવી. તેની પાસે ઘઉંના લોટની બનાવેલી છીપરડી તથા બાજુમાં સોળ વાટવાળો દિવો રાખવો. મૂર્તિ કે શ્રીફળને માની ચુંદડી ઓઢાડવી. દિવો સોળ તાંતણામાંથી બનાવવો અને દિવામાં ચોખ્ખું ઘી પુરવું,ચંદ્ન, પુષ્પ, વગેરે સોળ ઉપચાર વડે, ધાણા, ચોખા તેમજ જીરાના સોળ સોળ દાણાથી સોળ પુષ્પો, ધ્રો તથા ધતુરાના સોળ પાન અને પાંચ બિલ્લીપત્રોથી શ્રી દેવી સર્વમંગલાનું પૂજન કરવું. પછી અંગ પુજા માનસ પુજા ધુપ વગેરે કરી વાયન કરવું.

બ્રાહ્મણ, માતા તથા બીજી ત્રણ સ્ત્રીઓને લાડુ, કાંચળી, વસ્ત્ર, ફળ અને યથાશક્તિ દક્ષિણા આપવા પછી સોળ દિવાથી આરતી ઉતારવી અને ત્યારબા લવણ વિનાના અન્નનું ભોજન કરવું.

દરેક બાબત માટે સોળની સંખ્યા નિયત કરવામાં આવી છે. કારણકે શ્રી દેવી સર્વમંગલા પ્રથમ કહેવાયુ છે તેમ સોળ વર્ષની ઉંમરના છે.

આ વૃત શ્રાવણ માસ સિવાય ચૈત્રમાસ તથા આસોમાસમાં નવરાત્રમાં પણ કરી શકાય છે. આસો તેમજ ચૈત્ર શુદી એકમથી શ્રી દેવી સર્વમંગલાની સ્થાપના કરી એકમથી અષ્ટમીના સુધી ઉપવાસ કે એકટાણા કરી હોમાષ્ટમીના દિવસે હોમ કરવું કે હોમના દર્શન કરી વૃતની પુર્ણાહુતિ કરવી. નવરાત્રી દરમ્યાન મંગળવારે ઉપર બતાવ્યા મુજબ શ્રી મંગલા ગૌરીનું સ્થાપના કરી વિધિ વિધાન સહિત પુજન કરવું. જો નવરાત્રમાં બે મંગળવાર આવતા હોય તો બે મંગળવારે ઉપર મુજબ વૃત કરી પૂજન કરવું અને વલણ વગર એકટાણા કે ઉપવાસ કરવા શ્રાવણમાસમાં પુજન કરવાથી જેટલુ ફળ મળે છે. એટલુ જ ફળ આસો કે ચૈત્ર નવરાત્રમાં શ્રી દેવી સર્વ મંગલાનું વ્રત પૂજન, જય તથા હોમ હવન કરવાથી મળે છે.

પાંચ વર્ષનું વ્રત કરનારે ઉપર શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે જ વ્રત કરવું અને મંગળવારે જ કરવું. પાંચ વર્ષ પુરા થતાં છેલ્લા મંગળવારે વિધીવિધાન સહિત ઉથાપન કરવું. ઉથાપન વિધી નીચે મુજબ છે.

બાજોઠને ફરતે કેળાના ચાર થાંભલા બાંધી કે ઘરનાં આંગણામાં કેળાના મોટા થાંભલા લાવી તેનું રોપન કરી ચાર બારણા વાળો મંડપ કરવો. મંડપને ફલ તથા આંબા કે આસોપાલવના તોરણોથી શણગારવું. મંડપમાં વચ્ચે ચંદરવો બાંધવો તેની વચમાં ચાર ખુણાવાળી સુંદર વેદી કરાવવી. બાજોઠ હોય તો વચ્ચે ત્રાંબાની નાની વેદી મુકવી. ત્યારપછી શક્તિ મુજબ સોનાના રૂપાના કે ત્રાંબાના કળસની સ્થાપના કરવી. કળશ ઉપર ત્રાંબાનું પુર્ણપાત્ર રાખવું અને તેમાં શ્રી દેવી સર્વમંગલાની શક્તિ પ્રમાણે ધાતુની સોનુ, રૂપુ કે ત્રાંબાની આરસની મૂર્તિની સ્થાપના કરવી. મૂર્તિ ન હોય તો શ્રી દેવી સર્વમંગલાનો ફોટો પધારવો. વે વેદાંગ જાણકાર વેદપાઠી બ્રાહ્મણ દ્વારા આ વિધી અને પુજા કરાવવા અને ડમરૂના આકારવાળા ઘઉંના લોટના સોળ તાંતણા વાળી વાટ વાળા દિવાઓથી વિધીવત આરતી ઉતારવી.

આખી રાતનું જાગરણ કરી શ્રી દેવી સર્વમંગલાની કથાનું પઠન કે શ્રવણ કરવું. પ્રાતકાલે ઉઠી સ્નાનથી પવિત્ર થઈ અગ્નિની સ્થાપના કરી. પહેલા જણાવ્યા મુજબ હોમ કરવો અને "ગૌરી ર્મિમાય" એ મંત્ર ભણી ચોખા, તલ જવ વગેરેની એકસો આઠ આહુતિ આપવી અને ત્યાર પછી બ્રહ્મભોજન કરાવી, કુટુંબ તથા અન્ય મિત્રમંડળ અને સગા સંબંધીઓ સાથે પ્રેમથી ભોજન કરવુ અને ત્યારબા યથાશક્તિ દાન કરી પ્રસંગને પુર્ણ કરવું.

બની શકે તો પહેલા વર્ષે સ્ત્રીઓએ આ વ્રત પોતાની માતાને ત્યાં કરવું અને પછીના ચાર વર્ષ સુધી પતિના ઘરે આદરભાવથી આ વ્રત કરવું. પુરુષો કે સારા પતિની પ્રાપ્તિ અર્થે કન્યાઓ એ વ્રત પોતાના ઘરે જ કરવું.

વ્રતનું પૂજન સ્થાપન થાય ત્યારે પહેલા શ્રી ગણપતિનું વિધીપૂર્વક સ્થાપના શ્રી દેવી સર્વ મંગલાની સ્થાપનની બાજુમાં જરૂર કરવું જેથી એમ કહેવાય છે કે શ્રી મંગલામયી મંગલ ગૌરી શ્રી દેવી સર્વમંગલા જલ્દી પ્રસન્ન થાય છે કારણકે શ્રી દેવી સર્વમંગલા પાર્વતીના માનસ પુત્રી છે. અને ગણેશજી પણ પાર્વતી પુત્ર છે તેથી બને ભાઈ બહેન થાય. ભાઈનું સાનિધ્ય કઈ બેનને ન ગમે? જેથી ગણેશજીના સાનિધ્યમાં શ્રી દેવી સર્વમંગલા તુરત પ્રસન્ન થઈ ભક્તોને વાંચ્છીત ફળ આપે છે એમ શાસ્ત્રો કહે છે.

શ્રી મંગલાદેવી કહીયે, શ્રી મંગલા ગૌરી કહીયે શ્રી સર્વમંગલા કહીયે કે શ્રી મંગલ ચંડીકા કહીયે આ બધા નામ શ્રી દેવી સર્વમંગલાના જ છે, એમ ચોક્કસ સમજવું અને આ મહાદેવી જે જે જ્ઞાતિજનોના કુળદેવી છે. એ સમસ્ત સ્ત્રી પુરુષોએ પોતાના કુળના રક્ષણઅર્થે તેમનું નિત્ય પુજન કરવું જોઈએ અને ઘરમાં તેમનું સ્મરણ કરી નિત્ય દિવો ધુપ કરવા જોઈએ. તેમજ શ્રી દેવી સર્વમંગલાના પ્રચલિત મંત્રોના જાપ કરવા જોઈએ.

॥ ૐ શ્રી સર્વ મંગલાય નમ: ॥ એ મંત્ર જાપ પ્રચલિત છે તેમજ શ્રી શંકર ભગવાને ગાયેલ સ્તુતિસ્તોત્ર "ૐ હીં શ્રી કલીં સર્વ પૂજ્યે દેવી મંગલ ચંડિકે હું હું ફ્ટ સ્વાહા" એ એકવીસ અક્ષરોવાળા મંત્રના નિરંતર જાપ કરવા જોઈએ તો શ્રી દેવી સર્વમંગલા પોતાના ભક્તિ સદા સર્વદા રક્ષણ કરશે એમાં જરાએ શંકા નથી. જે કોઈ પુરી શ્રદ્ધા અને ભાવનાથી "મા ના શરણમાં જશે તેના સર્વે કાર્યો "મા શ્રી દેવી સર્વમંગલા પુર્ણ કરશે અને તેના આલોક અને પરલોક બંને સુધરશે તો આપણે સૌ શિશ નમાવી " માના ચરણારવિંદમાં દષ્ટિ કરી અને બોલીએ શ્રી સર્વમંગલા માતાની જય જયકાર.

નોંધ : આ પુસ્તકમાં શ્રી દેવી સર્વમંગલાનું સ્વરૂપ અને પુજા વિધીની બધી વિગતો શ્રી દેવી ભાગવત શ્રી ભવિષ્ય પુરાણ શ્રી માકંડ પુરાણ તેમજ દેવીકવચ અને લોક પ્રચલિત વિધીવિધાનમાંથી સંકલિત કરી છે. શ્રી દેવી સર્વમંગલાનું પ્રાચીન સ્થાન ગયાજીમાં છે. ત્યાંની જગ્યા જગ્યા શ્રી દેવી સર્વમંગલાના ઉપશક્તિ પીઠ તરીકે પ્રસિદ્ધ છે તેમનું ભવ્ય મંદિર પણ ત્યાં આવેલુ છે. તદ્ઉપરાંત તેમનું બીજુ મંદિર જે ખૂબ જ પ્રાચીન છે. તે ગુજરાત રાજ્યમાં પ્રસિદ્ધ તિર્થધામ શામળાજીમાં શ્રી શામળાજીના મંદિરની બાજુમાં આવેલું છે. જે કોઈની ઈચ્છા હોય તો દર્શનલભા લેવા ત્યાં જઈ શ્રી દેવી સર્વમંગલાનું મંદિર જોઈ શકે છે. આ પુસ્તકમાં આપેલ શ્રી દેવી સર્વમંગલાનું ચિત્ર આ મંદિરની મુર્તિ પરથી તૈયાર કર્યુ છે.